પ્રગટ હરિ ભજ પ્રાણી, સમજીને પ્રગટ હરિ ભજ પ્રાણી;૪/૪

૨૨૩૭ ૪/૪ પદ : ૪

પ્રગટ હરિ ભજ પ્રાણી, સમજીને પ્રગટ હરિ ભજ પ્રાણી;

પાપ દ્રોહ પરિત્યાગ કરીને , દયા ધર્મ ઉર આણી. સ. ૧

સમજયા વિના મ બોલીશ કેદી, મુખથી મિથ્યા વાણી;

મમતા કેરો માથે મૂરખ, ભાર મ લેજે તાણી. સ. ૨

પરધન ને પરત્રિય મદ માટી, નરકતણી નિશાણી;

એ પાપે કરી અવશ્ય પીલશે, ઘાલી જમરા ઘાણી. સ. ૩

એળે દેહ અમોલખ ખોયો, કીધી ધૂડ કમાણી;

બ્રહ્માનંદ કહે તત્પર થાને, જગપતિ સાચા જાણી. સ. ૪

મૂળ પદ

પ્રગટ પ્રમાણ હરિને, ભજ મન પ્રગટ પ્રમાણ હરિને;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ચેત સવેરા
Studio
Audio
0
0