બાલભોગ જમવા હરિને માતા બોલાવે શેરીમાંથી સાદ કરીને, બાંહ્ય ગ્રહી લાવે. બાલભોગ..૩/૪

બાલભોગ જમવા હરિને, માતા બોલાવે,
શેરીમાંથી સાદ કરીને, બાંહ્ય ગ્રહી લાવે. બાલભોગ૦ ૧
મહી કટોરો તૈયાર કર્યો, માંહી મીસરી ઘોળીને,
ચોખા કેરો કરમલડો, કાજુ આપે ચોળીને. બાલભોગ૦ ૨
વઢી વઢી વિનતી કરે કાના, ઝાઝું ના રમીએ,
બીજું કામ તજીને બાપુ, ભાવે તે જમીએ. બાલભોગ૦ ૩
ભોજન પડતું મેલીને ઉઠે, રમવાને પ્યારે,
બ્રહ્માનંદના નાથને માતા, ખોળે બેસારે. બાલભોગ૦ ૪

મૂળ પદ

આવો રે વહાલાજી તમને, માખણ જમાડું

મળતા રાગ

રામકલી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી