પ્રાતઃ સમે ઉઠી સુંદર મુખની, શોભા મનમાં સંભારુંરે ૪/૪

પ્રાત: સમે ઊઠી સુંદર મુખની, શોભા મનમાં સંભારું રે;
	તન મન ધન શ્રીપુરુષોત્તમના, વદન કમળ પર વારું રે	...પ્રાત:૦૧
અધર બિંબફળ દશન કુંદકળી, નાસા શુક ચિત્ત ચોરે રે;
	ગોળ કપોળે શોભે સુંદર, તિલ એક જમણી કોરે રે		...પ્રાત:૦૨
લોચન લાલ કમળદળ સરખાં, રેખા માંહી રૂપાળી રે;
	ભ્રકુટી કુટિલ વિશાળ ભાલમાં, તિલક કેસર મરમાળી રે	...પ્રાત:૦૩
સુંદર મસ્તક શિખા મનોહર, સંભારું હું જ્યારે રે;
	પ્રેમાનંદ કહે સ્વામી મારા, સદા દેખાજો ત્યારે રે		...પ્રાત:૦૪
 

મૂળ પદ

પ્રાતઃ સમે શ્રીસહજાનંદની, મૂર્તિ મનમાં ધારું રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
2
0