સ્વામિનારાયણ વન વીચરી. ૧/૧

શ્રી સોરઠ જીર્ણદુર્ગ મહીમા અને શ્રીજી આગમન

૨૭ ૧/૧ (૨૭)

(સો સો વરસોનાં વ્હાણાં વાઇ ગયાં- એ રાગ)

સ્વામિનારાયણ વન વીચરી.

જુગતી થકી જોયાં ચારે ધામ રે ગીરનારી ગુરુ,

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || ટેક ||

નિરખ્યા સુખાનંદે નીલકંઠનેં,

લોજની વાવ્યે મોજ કરે સુખ કંદરે || ગીરનારી ગુરુ ||

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં ||

મુક્તાનંદ સ્વામીના મિલાપથી,

રામાનંદે સ્થાપ્યા સહજાનંદરે || ગીરનારી ગુરુ||

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૧

પ્રભુની લીળાની પંચ તીરથી,

જડે નહીં ક્યાં એ જુનાણાંની જોડરે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

મંદિર ચણાવી મૂર્તિ સ્થાપીયું,

રાધારમણ, સિધેશ્વર, રણછોડ રે, || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || (૨)

બ્રહ્માનંદે ચણાવ્યું ભાવથી,

મંદિર મહંત ગુણાતીતાનંદ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

સો સો જનમોની કસર કાપસું,

શ્રીજી વચને જુનાણું જગવંદ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૩

મહાંત થાતાં સુવચન માગીયું,

ગુરુ ગોપાળાનંદ આવે પ્રતિ વર્ષ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

અવધે ગોપાળ મુનિ આવતા,

હૈડે ગુણાતિત સ્વામીને હર્ષ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૪

સુણજો કહું મુક્ત સોરઠ દેશના,

આત્માનંદજી મુક્તાનંદ મહાન રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

સ્વામી ગુણાતીતાનંદ મુળજી.

નિષ્કુળાનંદ લાલજી બુદ્ધિવાન રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૫

સ્વામી અક્ષરાનંદજી અને

મોટાભાઇ સ્વામી સચ્ચિદાનંદરે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

ભોમાનંદજીની જન્મ ભુમીકા,

લોજ મંદીરે ગુરુ રામાનંદરે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૬

વ્હાલો આવ્યાની વધામણી,

કચ્છમાં લાવ્યા ભટજી મયારામરે, || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

ઝીણાભાઇ ને પર્વતભાઇ છે

પાતોભાઇ, ગોવર્ધન, ગોવીંદરામરે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૭

શિક્ષાપત્રી લખતાં શામળે,

નૃપતી, પંડીત, શ્રીમંત ગોત્યાં નામ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

ગોત્યા શિરોમણીં સદ્ ગ્રહસ્થમાં,

સોરઠવાસી, શ્રેષ્ઠ મયારામ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૮

મુક્તોની પંક્તિમાં શિરોમણી,

મુક્તમણી મુક્તાનંદજી મુખ્ય રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

દીક્ષા પીપલાણે, ગાદી જેતપુર.

પ્રથમ ગુરુદ્વારો લોજ પ્રમુખ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૯

પુરા પરમહંસ પાંચસો,

ભાવથી કર્યા કાળવણી૧ ભગવાન રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

રાસ પંચાળે૨ રમ્યા રંગીલો,

વ્હાલે ધાર્યું ઝીણાભાઇનું વીમાન રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૧૦

૧ શ્રીજીએ સોરઠમાં કાળવાણી ગામે એકી સાથે પાંચસો પરમ-હંસોને દીક્ષા આપી હતી. એ દીક્ષાકુંડના સ્થળે હાલ ઓટો છે. બંને દેશમાં વસતા ત્યાગીઓના ગુરુઓનું તે દીક્ષા સ્થાન છે તેથી ધનવાનોએ તો તે સ્થળે ગુરુકુળ સ્થાપી સત્સંગશાળાઓ ખોલવી જોઇએ.

૨ પંચાળામાં એક સંત ને એક શ્રીજી એમ અનેક સ્વરૂપ ધારણ કરી આખી રાત્રી રાસ રમ્યા, અને સવારે રંગે રમ્યા એ વૃજભુમીના ભૂપતી ઠાકોર શ્રી ઝીણાભાઇએ જ્યારે જુનાગઢમાં દેહ મેલ્યો ત્યારે શ્રીજી ઝીણાભાઇનું વીમાન ખંભે ધારણ કરીને સ્મશાનયાત્રામાં સાથે પધાર્યા હતા. એ નિસ્પ્રેહી ભગવાને અનુજ બંધુ ઇચ્છારામજીનું વીમાન નો'તું ઉપાડ્યું તેણે ભક્તનું વીમાન ઉપાડીને ભગવાનને ભક્ત જેવું કોઇ વહાલું નથી એમ ભક્તવત્સલપણાની ખાત્રી જગતને સોરઠ ભુમીમાં કરી બતાવી હતી.

જુનાગઢ જોગીઓનું ધામ છે,

ગુણાતીતાનંદ સ્વામી યોગેશ્વરદાસ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

જોગી મહાપુરુષદાસજી,

સ્વામી બાળમુકુંદને નારાયણદાસ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૧૧

સ્વામી અક્ષરસ્વરૂપદાસજી,

કૃષ્નચરણદાસ ને નીર્ગુણદાસ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

જોગી એવા૧ તો જુનાગઢે,

થયા ઘણા, ને થશે, છે નીવાસ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૧૨

ગુરુ ગોપીનાથદાસજી,

શિષ્ય તેના શાસ્ત્રીજી સુજાણ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

૧ હાલમાં પણ જોગીના નામે સુપ્રસિદ્ધ કોઠારી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી, તથા જોગી શ્રી ધર્મપ્રસાદદાસ, જોગી શ્રી હરિપ્રકાશદાસજી અને જોગી શ્રી હરિદાસ, ઉપર લખ્યા સદ્ ગુરુઓ સમાન સત્સંગીઓને સુખ આપતા

ધર્મજીવનદાસજી૧ તો ધન્ય છે,

યજ્ઞ થાતાં વિશ્વમાં વખાણ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૧૩

દર્શન ખટ નવ્યન્યાયાચાર્ય છે,

કૃષ્ણવલ્લભાચાર્ય૨ પંડીત વેશ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

૧) આવા વિપરીત રેશેનીંગના સમયમાં કોઠારી શાસ્ત્રી ધર્મજીવનદાસજીએ ઉના શહેરના પ. ભ. ગાંધી કુટુંબના હસ્તથી મહાવિષ્નુયાગ, વિશ્વશાંતિ અર્થે, કરાવેલ હતો, તેમજ અષ્ટોત્તરશત સત્સંગી જીવનની પારાયણો કરાવી લગભગ ૨૧) દહાડા પર્યંત હજારો માણસોને જાતી કે ધર્મભેદ વીના અન્નદાન આપી સંતોષ્યા હતા, તેમજ આચાર્ય શ્રી, સંતો અને હરીભક્તોની પ્રસન્નતા પ્રાપ્ત કરી. મંદિર અને દેવની અપૂર્વ સેવાઓ કરાવી હતી. એ યશશ્વી કાર્ય પૂર્ણ થતાં તુરતમાં જ વિશ્વયુદ્ધની પણ સમાપ્તી થઇ હતી તેથી સોરઠ સરકાર પણ ઘણાજ પ્રસન્ન થયા હતા.

૨) બંને દેશમાં એકી સાથે નવ્યન્યાયાચાર્ય તથા ખટદર્શનાચાર્ય દાર્શનીકપંચાનન, સાંખ્ય, યોગ, વેદાંત, મીમાંસા, તીર્થ વગેરેની કાશીની ઉપાધીઓ મેળવનાર પ્રથમ પંક્તિમાં જુનાગઢના શાસ્ત્રી શ્રી કૃષ્ણવલ્લભદાસજી (કૃષ્ણવલ્લભાચાર્ય) નું નામ આવે છે.

સર્વોપરી જ્ઞાન, સ્થાન સોરઠે,

સર્વોપરી શાસ્ત્રી સોરઠ દેશ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૧૪

ગરવા ગીરનાર ઓથે ગામડાં.

ગોતતાં ગમ્યાં, સર્જુદાસને૧ સુજાણ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં... ||

દાખે કવિરાજ માવદાનજી,

જુનાણે છે જોગીઓનાં રહેઠાણ રે || ગીરનારી ગુરુ-

શ્રીજી પધાર્યા સોરઠ દેશમાં || સ્વામિનારાયણ || ૧૫

૧પ્રગટ્યા પૂરવ દેશ જોયા ચારે ધામને |

વર્ણી કેરો વેશ, સોરઠ ઉતાર્યો શામળા ||

(સં. ૨૦૦૧ ભીમ એકાદશી)

મૂળ પદ

સ્વામિનારાયણ વન વીચરી.

રચયિતા

માવદાનજી કવિ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી