સખી મોહનજી મહેર કરી આજ મળ્યાં;૨/૨

પદ- ૫૦ ………………..૨/૨

શ્રીજી મહારાજ વિષે.

સખી મોહનજી મહેર કરી આજ મળ્યાં;

ત્રિવિધના તાપ ટળ્યાં,

આનંદના ઓધ વળ્યા,

બોલ્યા પ્રમાણે પળ્યા,

રેહાં !-રેહાં ! -રેહાં ! -રેહાં ! - સખી મોહનજી.- (૧)

સખી રસીઆ સંગાતે રમી રૂડી રીતે

લગાડી ચટકી ચિત્તે,

પ્યારે સુખ આપ્યુ પ્રીતે,

નવો વધે સ્નેહ નિત્યે,

રેહાં !-રેહાં ! -રેહાં ! -રેહાં ! - સખી મોહનજી.- (૨)

કરી સૌમા મોટેરી મુને આજ હરિ,

કરુણા ઉર ધરી,

વા'લો વ્રજરાજ વરી,

રહ્યું નહીં દુઃખ જરી,

રેહાં !-રેહાં ! -રેહાં ! -રેહાં ! - સખી મોહનજી.- (૩)

ભગવત સુતના પ્રભુની સખી આશ મારે;

એથી નથી કાંઇ વધારે;

ભલી મળી નિધિ ભારે;

હવે ન વિસારૂં ક્યારે,

રેહાં !-રેહાં ! -રેહાં ! -રેહાં ! - સખી મોહનજી.- (૪)

___________________________________________

નિધિ+ દ્રવ્યનો ભંડાર.

મૂળ પદ

પ્રીતમ જોઇને આનંદ થયો આજ સખી;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી