પ્રભાતે ઉઠીને પ્રાણી ગોવિંદ કેમ નથી ગાતો રે ૧/૪

પ્રભાતે ઊઠીને પ્રાણી, ગોવિંદ કેમ નથી ગાતો રે;
	આઠ જામ ધામ ધન અર્થે, કામ થકી નથી કા’તો રે		-પ્રભા૦ ટેક.
માતતણા ઉદરની માંહી, અહોનિશ તું અકળાતો રે;
	જઠરાનલની બળતો ઝાળે, અતિ કષ્ટ તુંને થાતો રે		-પ્રભા૦ ૧
તે દુ:ખમાંથી બારો કાઢયો, માયાનો મદમાતો રે;
	પરધન પરત્રિય કારણ ડોલે, બોલે મુખ મરડાતો રે		-પ્રભા૦ ૨
ગરભમાંહી નિત્ય ગરજુ થઈને, ખૂટલ તું સમ ખાતો રે;
	તે હરિથી અવળો થઈ ચાલે, લંપટ નથી લજાતો રે		-પ્રભા૦ ૩
જમપુરીમાં જમવાને બાંધ્યો, ભૂંડપ કેરો ભાતો રે;
	બ્રહ્માનંદ કહે હજી સમજ તો, ઊગરીશ જાતો જાતો રે	-પ્રભા૦ ૪
 

મૂળ પદ

પ્રભાતે ઉઠીને પ્રાણી

મળતા રાગ

ભૈરવ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
પ્રભાતી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ચારુકેશી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
પ્રભાતિયા - ૨
Studio
Audio
0
0