કૃષ્ણા રે, મુખચંદ્ર પાહુંદે, ૧/૧

કૃષ્ણશું પ્રીત બાઇ કોએ મ કરજો,ન મળે એવો તો પછે એને વરજોજી.   
સરા લગી જો કોયે સુખ ન આપે,સ્નેહ કરી પહેલા પછે સંતાપેજી.                
અતિશે હેતે હેલવે છે આગે, દૂધ દેખાડી મારે પછે ડાંગેજી.                       
સુપના માંયે નથી બોલતા સાચું,કોયે વિઘ્યે નથી કૃષ્ણમાં કાચુંજી.                
પોતે કરે જે પોતાને ગમે છે, બીજાનાં તો બાઇ પ્રાણ દમે છેજી.          
નિષ્કુળાનંદનો નાથ સવારથી, કોયે દાડે બાઇ કેના એ નથીજી.          
 

મૂળ પદ

કૃષ્ણા રે, મુખચંદ્ર પાહુંદે,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી