જય- બુરાનપુરવાસી શ્રીપતિ; જય બુરાનપુર. ૧/૧

પદ -૧૬૨ ……………….૧/૧
શ્રીબુરાનપુરવાસી લક્ષ્મીનારયણ દેવની પ્રાર્થના.
“જય શિયાજી ભૂમિપાળનો થજો, વંદે સર્વ ગર્વ છોડી ભૂપને પ્રજા.”
“ રા જા નાં શિવ, કષ્ટ કાપજો “ એ રાગ પ્રમાણે.
 
જય- બુરાનપુરવાસી શ્રીપતિ;  જય બુરાનપુર. (ટેક)
રીઝો તજી રીસ, નામું શિશ સ્નેહથી ;
વા લા જી મુજ, સુણી વિનતી.  જય બુરાનપુર (૧)
હેત આણી હરિકૃષ્ણજી મળ્યા તમે,
સુફળ ભાગ્ય અતિ અથાગ જાણિયું અમે;
શા ન્તિ ને ફેલાવો, વિશ્વના પતિ.  જય બુરાનપુર (૨)
રમાસંગ ધરી ઉમંગ રંગથી રમો ,
જીવન પ્રાણ પ્રેમી તણા ઉરમાં ગમો;
શોભે છે શી? જુગલ આકૃતિ..  જય બુરાનપુર (૩)
અતિ અજાણમાં કદી અપરાધ જો થયા,
માફ કરો સાફ દિલ્લથી ધરી દયા;
ચિત્તેથી હું , અનુસર્યો અતિ.  જય બુરાનપુર (૪)
પ્રભુજી ગણી બાળ પ્રતિપાળના કરો,
કાળ વિકરાળ તણી વેદના હરો;
પ્રે મેં થી રહો તવ પદે રતિ.  જય બુરાનપુર (૫)
ગણી અનાથ નાથ શિર હાથ થાપિયે,
અચળ સુખ દુઃખ કાપી આપ આપિયે;
ન્હૈ થાવા દ્યો , કીર્તિની ક્ષતિ.  જય બુરાનપુર (૬)
અચળ ધરી ટેક એક છેક ઉરમાં,
સ્મરણ કરું સદા વસુ દેશ દૂરમાં;
દિ' રાતે રહો, આપમાં મતિ.  જય બુરાનપુર (૭)
વિશ્વના વિહારી ધારી જોઉ ધ્યાનમાં,
ખાન પાન ગાન ગુણ ગાઉં તાનમાં;
આ વો જી કરી , ગરૂડથી ગતિ.  જય બુરાનપુર (૮) 

મૂળ પદ

જય- બુરાનપુરવાસી શ્રીપતિ; જય બુરાનપુર.

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી