શ્રીપુરસ્વામી શ્રીહરિ રે, નરનારાયણ દેવ ; ૧/૧

પદ ૧૮૩ ………………૧/૧

શ્રીનરનારાયણ દેવની સ્તુતિ.

(પદ રાગ ધોળ)

“ધર્મકુંવર હરિકૃષ્ણની રે, મૂર્તિ મારે મનમાની જીવન

જોયા લાગ છે રે. એ રાગ પ્રમાણે.

શ્રીપુરસ્વામી શ્રીહરિ રે,

નરનારાયણ દેવ ; વા'લા સુણો વિનતી રે.

ભલા ભરતખંડ ભૂપ છો રે,

દેવ કરે સહુ સેવ. વા'લા સુણો વિનતી રે. (ટેક)

બદ્રીકાશ્રમમાં વસો સદા રે,

તપ કરો તપધામ; વા'લા સુણો.

સુખ દેવા નિજ દાસને રે,

કષ્ટ સહો છો તમામ. વા'લા સુણો. (૧)

પ્રજા પીડાતી જાણીને રે,

ધર્મથી પ્રકટ્યા ધીમંત ; વા'લા સુણો.

સુંદર સત્સંગ થાપીને રે,

ઉધાર્યા જીવ અનંત. વા'લા સુણો. (૨)

શ્રીપુરમાં વસો સર્વદા રે,

ગુણિયલ ગરીબ નિવાજ; વા'લા સુણો.

દીન જાણી નિજ દાસને રે,

સ્નેહ ધરો શિરતાજ . વા'લા સુણો. (૩)

કઠણ થશો આમ કાળજે રે,

શી રીતે ધરીયે ધીરઃ વા'લા સુણો.

વિશ્વાસે વળગી રહ્યો રે,

નિત્ય નિત્ય હે નરવીર. વા'લા સુણો. (૪)

કરુણાળુ આપ કૃપા વડે રે,

મુંગો બને વાચાળઃ વા'લા સુણો.

પાંગળો પરવતે ચઢે રે;

કષ્ટ ન રહે કોઇ કાળ. વા'લા સુણો. (૫)

જ્યાં જ્યાં વિજય પામું જોઇતોરે,

જાણું એ તવ પ્રતાપઃ વા'લા સુણો.

વિશ્વવિહારીલાલજી રે,

ટાળજો સર્વ સંતાપ. વા'લા સુણો. (૬)

_____________________

(દોહરો)

સુખકર શ્રીપુરમાં વસો, નરનારાયણ વીર;

પદરજ વંદુ પ્રેમથી , ધર્મધુરંધર ધીર. (૧)

મૂળ પદ

શ્રીપુરસ્વામી શ્રીહરિ રે, નરનારાયણ દેવ ;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી