ભક્તિ ધરમસુત શ્રીપુરુષોત્તમ , ભુવન કોટીના ભૂપ હો;૪/૪

પદ- ૧૮૭ ……………………૪/૪

ભક્તિ ધરમસુત શ્રીપુરુષોત્તમ , ભુવન કોટીના ભૂપ હો;

તેણે જન ઉધારવા માટે, ધાર્યું મનુષ સ્વરૂપ હો.

ભક્તિ ધરમ. (ટેક)

અગણિત જનને આશ્રિત કીધાં, સ્થાપ્યો ઉદ્ધવ પંથ હો;

મંદિર કરી પ્રતિમાઓ સ્થાપી, ગુંથ્યા ગુણમય ગ્રંથ હો;

ભક્તિ ધરમ. (૧)

નિજ ગાદી લાયક શુભ જાણી, રઘુવીર ગુણગંભીર હો;

ગાદી વૃત્તપુરની બેસાર્યા, ધર્મધુરંધર ધીર હો.

ભક્તિ ધરમ. (૨)

ઉત્તમ આચારજ પદ પામી, કીધા ઉત્તમ કામ હો;

અગણિત જીવ ઉધાર્યા ફરીને, દેશોદેશ તમામ હો

ભક્તિ ધરમ. (૩)

ભગવતસુતને લાડ લડાવ્યાં , રાખી નિજ સંગાત હો;

આ જગમાં ઉજ્જવલ યશ એનો; વધજો દિવસ રાત હો.

ભક્તિ ધરમ. (૪)

મૂળ પદ

વંદુ પ્રગટ પ્રભુ પુરુષોત્તમ , અક્ષરપતિ અવતારી હો;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી