શ્રીરઘુવીર મહાગુણગંભીર; ઝૂલે પારણિયે શ્રીરઘુવીર. ૧/૧

પદ – ૧૮૮ ……………………૧/૧

પારણાનું પદ

(રાગ કહેરવા)

“સોનાનાં બોર ઝૂલે નંદકિશોર, પ્યારાના પારણે સોનાના બોર;

એ રાગ પ્રમાણે.

શ્રીરઘુવીર મહાગુણગંભીર;

ઝૂલે પારણિયે શ્રીરઘુવીર. (ટેક)

હીર દોરી ગ્રહી વરિયાળી માતા;

હેતે ઝૂલાવે આણી નેણામાં નીર. ઝૂલે પારણિયે. (૧)

મુખડું જુએ છે માતા ચંદ્ર સરીખડું;

શોભે અધિક વળી જેનું શરીર. ઝૂલે પારણિયે. (૨)

ટોપી શિરે શોભે રૂડી કીનખાબની;

માળા મોતીની કંઠે રાજે રુચીર. ઝૂલે પારણિયે. (૩)

ઝળક ઝળક થાય ઝભલું જીવનનું;

સુંથણલીમાં ભર્યું પચરંગી હીર. ઝૂલે પારણિયે. (૪)

હસે ત્યારે દિસે મુખમાં દંતુડિયું;

જોતાં માતાજી બની જાય છે સ્થિર . ઝૂલે પારણિયે. (૫)

ભાત ભાતના આગે મૂક્યા રમકડાં;

હંસ , મેનાને મોર, કોયલ કીર. ઝૂલે પારણિયે. (૬)

ખોળે બેસારી માતા ખૂબ ખેલાવે;

પાન કરાવે પ્રેમે, સ્તનનું ક્ષીર. ઝૂલે પારણિયે. (૭)

ચુંબન કરીને માતા છાતી સંગ ચાંપે;

વારે વારે નિરખે થઇને અધીર. ઝૂલે પારણિયે. (૮)

જ્યારી પોઢે નિજ બાળ પારણિયે;

ગાય મધુર ગીત માતા મંદિર. ઝૂલે પારણિયે. (૯)

વિશ્વવિહારીને વા'લા અધિક છે;

ધરશે ધરમ ધુર જાણી મહાધીર. ઝૂલે પારણિયે. (૧૦)

__________________________________________

કીર= પોપટ ક્ષીર= દૂધ

મૂળ પદ

શ્રીરઘુવીર મહાગુણગંભીર; ઝૂલે પારણિયે શ્રીરઘુવીર.

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી