કુસંગથી કષ્ટ અનેક થાય.બુદ્ધિ તથા જ્ઞાન જરૂર જાયઃ ૧/૧

પદ – ૧૯૬ ……………………૧/૧
કુસંગ નિષેધ વિષે.
(ઉપજાતિ છંદ)
 
કુસંગથી કષ્ટ અનેક થાય.બુદ્ધિ તથા જ્ઞાન જરૂર જાયઃ
તે ભાંગ્ય પીએ જન જેમ કોઇ,આવે પછી અક્કલ નિજ ખોઇ.       (૧)
કુસંગનો રંગ ચડે જ જેનેસુબોધ લાગે નહીં લેશ તેને;
તે કાળી તો કામળી એજ જેમ,ચઢે કસુંબો કદીએ ન તેમ.             (૨)
પેસે જઇ કાજળ કોટડીમાઃકે'શે નહીં ડાઘ અડે ઘડીમાં;
તેતો કહો કેમ કદી મનાયકુસંગનો ડાઘ અડી જ જાય.             (૩)
કુસંગથી એકલશ્રૂંગી આદિ,કુસંગથી ભક્ત થયા પ્રમાદી;
ડાહ્યા હતા ભીષ્મ પિતા ઘણાય,માર્યા પ્રભુને પણ બાણ ત્યાંય.      (૪)
જો ખાય જૈ ઝેર કૂવે પડે છે,તો એક ફેરો મરવું પડે છે.
કુસંગતિતો જન જે કરેછે,ફેરા ઘણા આ ભવમાં ફરે છે.             (૫)
ભલો ભલો પાવકમાં પ્રવેશ,ભલો ભલો સર્પ તણોજ ડંશ;
શત્રુ કરે નાશ કદાપિ અંગ,તથાપિ ભુંડો સહુથી કુસંગ.             (૬)
કુસંગથી કોટી કલંક લાગે,કળિ તણું જોર જરૂર જાગે;
કુસંગથી સંગત જો કરાય,તો પુણ્ય સંચિત સમગ્ર જાય.            (૭)
કુકર્મને ક્રૂર થઇ કરે છે,કુધર્મને શર્મ તજી ધરે છે;
કુકર્મીનો સંગ સદૈવ જેનેકહે છે કુસંગી સઉ તેથી તેને.             (૮)
માટે ગુણીએ મનમાં ધરીને,સત્સંગ સારો શુભ આદરીને;
તેનો વળી આશ્રય શ્રેષ્ઠ લેવો,કુસંગને દૂરથી ત્યાગી દેવો.               (૯) 

મૂળ પદ

કુસંગથી કષ્ટ અનેક થાય.બુદ્ધિ તથા જ્ઞાન જરૂર જાયઃ

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી