કરવા શુભ કામ સુહામ ધરો, વિચરો પથ ઉત્તમ સુધરવા, ૧/૧

પદ- ૨૦૪ ……………………૧/૧
ઉપદેશ વિષે ( સિંહાવલોકન સવૈયા)
 
કરવા શુભ કામ સુહામ ધરો,
વિચરો પથ ઉત્તમ સુધરવા,
ધરવા ઉર ધર્મ અખંડ તમે,
કરો સાધન આ ભવને તરવા;
તરવાર સમાન મહાન જુઓ,
શુભ જ્ઞાન ધરો કુમતિ હરવા,
હર વાત વિષે હરિ નામ જપો,
શિર ભાર ભરો નિત્ય શું કરવા ?                             (૧)
બળવાન બની દ્રઢ ધર્મ ધરો,
હર રોજ હરિગુણ સાંભળવા,
ભળવા મહામુક્તની પગતમાં,
દુરગુણ પ્રચંડ પૂરા પળવા;
પળવાર રહો નહીં ભક્તિ વિના,
મહા પ્રેમ વડે પ્રભુને મળવા,
મળ વાણી તજી હરિ નિત્ય ભજો,
ઉર પાપ અમાપ બધાં બળવા.                        (૨) 

મૂળ પદ

કરવા શુભ કામ સુહામ ધરો, વિચરો પથ ઉત્તમ સુધરવા,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી