જેના નિર્મળ નીરમાં જઇ જઇ, બહુ વાર નાહ્યા હરિ, ૧/૧

પદ – ૨૨૦ ………………૧/૧
વરતાલથી દક્ષિણાદી દિશામાં શ્રીજી મહારાજની
મહાપ્રસાદીની ધનાતલાવડીના મહિમા વિષે.
(શાર્દુલવિક્રીડિત છંદ)
 
જેના નિર્મળ નીરમાં જઇ જઇ, બહુ વાર નાહ્યા હરિ,
સંતોએ શુભ જેહના તટ વિષે, શ્રીજીની પૂજા કરી.
જેમાં સ્નાન કર્યાં થકી સ્વરગમાં , પક્ષી સુખે સંચરે,
તે “ધન્યાસર” નો અપાર મહિમા, શેષાદી શું ? ઉચ્ચરે. (૧)
 
(નારાચ છંદ)
ત્રિવેણી, તાપી, નર્મદા, મહિ, તથા મહામતી,
ગણાય શા હિસાબમાં, ગયા, અને સરસ્વતી;
ભવાબ્ધિમાંહિ તો તર્યાની, નવિન નાવડી,
સહુથી આ વડી વિશેષ, છે “ધના તલાવડી”. (૨) 

મૂળ પદ

જેના નિર્મળ નીરમાં જઇ જઇ, બહુ વાર નાહ્યા હરિ,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી