અવિનાશીની મંગળ આરતી જોઇએ ભાવ સહીતી રે ૧/૪

અવિનાશીની મંગળ આરતી, જોઇએ ભાવ સહીતી રે ;
અસદ્‌ વાસના મટે અંતરની, પ્રભુ પદ વાધે પ્રીતિ રે. અ૦ ૧
ચાર ઘડી રજની રહે જ્યારે, ઉઠી તત્પર થાવું રે ;
આળસ ઊંઘ તજી એ ટાણે, હરિ મંદિરમાં જાવું રે. અ૦ ર
હરખ ભરે નેણે હરિજીનું, કોડે દર્શન કરવું રે ;
સહિત આરતી વદન શ્યામનું, લઇ અંતરમાં ધરવું રે. અ૦ ૩
કામ ક્રોધ અંતરની કુબુદ્ધિ, ભૂધર મુખ જોઇ ભાગે રે ;
બ્રહ્માનંદ ઘનશ્યામ મૂર્તિ, અતિશય વહાલી લાગે રે. અ૦ ૪

મૂળ પદ

અવિનાશીની મંગળ આરતી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી