આવો હે મારા લાડકડા ઘનશ્યામ, સુઇ જાઓને મારો ખોળો ખુંદનાર ૧/૧

આવો હે મારા લાડકડા ઘનશ્યામ, સુઇ જાઓને મારો ખોળો ખુંદનાર...ટેક
મારા ખોળામાં સુવાડુ વ્હાલા તને, મારા ખોળામાં સુવાડુ સ્નેહે તને;
				હાલા હાલા સુણાવું હું  મીઠે  સ્વરે....આવો હે મારા૦ ૧
મારા લાલા તું રમીને થાક્યો હશે, તારી નમણી કાયા હવે દુ:ખતી હશે;(૨)
	અંગ અંગ  હું  ચાંપીને  દાબું  તને,  પય પાન કરાવી સુવાળું તને....આવો હે મારા૦ ૨
મારા  ખોળામાં  ઝુલાવું સ્નેહે તને, મારું ટપલી ઓ હૈયાનાં હેતે તને;
	શમાવું હૈયે ભીડીને હુંફાળી બાથ, પોઢી જાને બેટા ચોંટી હૈયા સંગાથ....આવો હે મારા૦ ૩
ચુંમી લઉં હું ગાઢ તારે અંગો રે અંગ, હળવે હાથે સંવારીને કરું પ્રસન્ન
	અનિર્દેશ છે પ્રેમની શય્યા તારી, કરું નિત વ્હાલા પ્રેમ શય્યામા ગાઢ....આવો હે મારા૦૪ 
 

મૂળ પદ

આવો હે મારા લાડકડા ઘનશ્યામ, સુઇ જાઓને મારો ખોળો ખુંદનાર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
અનિકેત કુલકર્ણી
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ
પોઢો પ્રાણ આધાર
Studio
Audio
0
0