પ્રાણજીવન ગોકુલમાં પધારો કોડીલા વર કાના ૩/૪

પ્રાણજીવન ગોકુલમાં પધારો, કોડીલા વર કાના ;
મનમોહન મથુરામાં જઇને, શું બેઠા છો છાનાં. પ્રાણ૦ ૧
ફાગણ આવ્યો કેસુરે ફૂલ્યાં, વનસંપતિ સરવે મોરી ;
વિલંબ હવે માં કરી વાલમજી, હોંસે રમીયે હોરી. પ્રાણ૦ ર
તમ સંગાથે ખેલ કર્યાની, અંતર આશા ભારી ;
વસંત ઋતુ આવી છે વહાલા, વાટ જોયે વ્રજ નારી. પ્રાણ૦ ૩
સામાસામી રંગ ભરીને, જુદ્ધ કરીએ કરી જોડી
રમવાનો અવસર આવ્યો છે, અવધિ રહી છે થોડી. પ્રાણ૦ ૪
તમસામી ચલાવ્યાને સારુ, સજ કીધી છે પિચકારી ;
બ્રહ્માનંદના વહાલા આવો, ગુણવંતા ગિરિધારી. પ્રાણ૦ પ

મૂળ પદ

ઉઠ ઉઠ સખી રમવાને જાઇયે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી