આ સહજાનંદ સ્વામી સર્વોપરી હરિ, આ અક્ષરધામના ધામી માનો વાત ખરી ૧/૧

 આ સહજાનંદ સ્વામી, સર્વોપરી હરિ;
	આ અક્ષરધામના ધામી, માનો વાત ખરી...ટેક.
નૈણાં કેરા તારા શ્રીજી, સૌના સરદાર છે;
જે જે પૂર્વે થયા તે તો, એના અવતાર છે;
	આ સર્વના છે કારણ, સર્વોપરી હરિ;
	આ મૂળમાયાના મારણ, માનો વાત ખરી...આ૦ ૧
આવ્યો નથી આવીશ ક્યાંથી, એવું બોલનાર છે;
આવ્યા પહેલી વારે એવા, શ્રીજી સર્વાધાર છે;
	આ સર્વના નિયંતા, સર્વોપરી હરિ;
	આ મોટા સુખના દાતા, માનો વાત ખરી...આ૦ ૨
સંતોના છે સ્વામી શ્રીજી, ભક્તોના ભરથાર છે;
જે જે થયું થાશે એનાં, પોતે કરનાર છે;
	આ મૂર્તિ રાખો ઉર, સર્વોપરી હરિ;
	તો દુ:ખડાં જાશે દૂર, માનો વાત ખરી...આ૦ ૩
સર્વોપરી જાણે એ તો, મહાભાગ્યવાન છે;
એવા સંતો ભક્તો ઉપર, શ્રીહરિને માન છે;
	આ જ્ઞાનજીવનના નાથ, સર્વોપરી હરિ;
	સદા રહે છે મારી સાથ, માનો વાત ખરી...આ૦ ૪ 
 

મૂળ પદ

આ સહજાનંદ સ્વામી સર્વોપરી હરિ, આ અક્ષરધામના ધામી માનો વાત ખરી

મળતા રાગ

લવિંગની લાકડીએ રાઈવર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮


કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
2
4