રંગ હોરી ખેલત નવલ નાથ નિજ જન લે ગોપી ગ્વાલ સાથ ૩/૬

રંગ હોરી ખેલત નવલ નાથ, નિજ જન લે ગોપી ગ્વાલ સાથ. રંગ૦ ટેક
વૃન્દાવન સો જહાં રહે શ્યામ, સોઇ રંગ ભોમી સો પરમ ધામ ;
પ્રેમ નેમ પિચકારી લીન, સનમુખ જન ખેલત અતિ પ્રવીન. રંગ૦ ૧
જમુના સરિતા તહાં શ્રદ્ધા જાન, શુભ ઇચ્છા કમલ તટ ઝૂકે આન ;
આશ્ચર્ય વાજાં વાજત અપાર, નાચત ગ્રહવાયક નરહી નાર. રંગ૦ ર
ભઇ ભેટ ગ્યાનકી ગાલીમાંય, હોય એકમેક ભિન્ન રહા નાંય ;
અદ્‌ભૂત અનોપમ મચ્યો ખ્યાલ, વિચ લૂંબઝૂંબ હોય રહે લાલ. રંગ૦ ૩
ઋતુ વસંત એહી નર દેહ પાય, મનમોહન પ્યારે મિલે આય ;
બ્રહ્માનંદ ફગુવા દિયે આપ, તન ભેદ મિટાયે ત્રિવિધિ તાપ. રંગ૦ ૪

મૂળ પદ

અલબેલો ખેલત નવલ ફાગ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી