મહાભાગ્ય જાણો સહુ આપણા રે મળ્યો સત્સંગ અમૂલો, ૧/૧

મહાભાગ્ય જાણો સહુ આપણા રે, મળ્યો સત્સંગ અમૂલો,
મોંઘી મૂર્તિ મંડો સહુ ધારવા રે, પળ એક ન ભૂલો,
ભૂલો ના હરિ પળ ભૂલો ના હરિ,
મળ્યા સંતો-ભકતો મુક્તો હાલમાં રે, મળ્યો૦
કયાંથી મળે સર્વોપરી વ્હાલમાં રે, પળ૦ ટેક.
શ્રીજી ને સંતો સદા સ્નેહે સંભારવા,
પ્રાણ પ્યારા પીયુ પળ એક ના વિસારવા,
છેલ્લું સુખ મોક્ષતણું પામવા રે...મળ્યો૦
કારણ દેહ મહામાયા વામવા રે...પળ૦ ૧
કથા કીર્તન ધૂન સહુ રાત દિન કરજયો,
ચંચળ મન જીતવાને ધ્યાન બહુ ધરજયો,
ધર્મ-ભકિત જ્ઞાન વૈરાગ્ય દઢ કરવા રે...મળ્યો૦
સાચા સંતોને સેવો ભવ તરવા રે...પળ૦ ૨
કપટ ને માન તજી સંતોને નમવું,
કુડા સ્વભાવો ટાળી ભકતોને ગમવું,
સેવા કરવા તન મન ધનથી રે...મળ્યો૦
પડો નહિ પાછા કદી મનથી રે...પળ૦ ૩
વાસનારૂપી ડાંકણને ધીરજથી મારજયો,
કામ છે કઠણ માટે હિંમતના હારજયો,
જ્ઞાનજીવન હરિ બળ ધારજો રે...મળ્યો૦
સાધનનું બળ ઉર ટાળજો રે...પળ૦ ૪

મૂળ પદ

મહાભાગ્ય જાણો સહુ આપણા રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0