હું તો તારા રંગે રંગાઇ ઘનશ્યામ, ભલે મને દુનિયા કરે છે બદનામ; ૧/૧

હું તો તારા રંગે રંગાઇ ઘનશ્યામ, ભલે મને દુનિયા કરે છે બદનામ; 
			શ્રીજી તારી પ્રીતે બંધાયો મારો પ્રાણ...ભલે૦ ટેક
મુખડું જોઇને મને રંગ તારો લાગ્યો, જન્મોજનમનો પીયુ પ્રેમ મારો જાગ્યો;
			તારી સાથે, જીવન જોડ્યુ છે ઘનશ્યામ...ભલે૦ ૧
દુનિયાનાં રંગ મને લાગે છે જુઠડા, મનનાં મોહન મને લાગે છે મીઠડા;
			હાથ તારો, ઝાલી લીધો છે ઘનશ્યામ...ભલે૦ ૨
જળ રે વિના જેમ જુરે માછલડી, મોહન જોઉં છું તેમ તારી વાટલડી;
			એકવાર, દર્શન આપોને ઘનશ્યામ...ભલે૦ ૩
 

મૂળ પદ

હું તો તારા રંગે રંગાઇ ઘનશ્યામ, ભલે મને દુનિયા કરે છે બદનામ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ચારુકેશી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વાલમ
Studio
Audio & Video
0
0