આવોને નવરાવું કાના રે, જમનાને પાણીએ રે ૮/૮

 

આવોને નવરાવું કાના રે, જમનાને પાણીએ રે ;
જમો મહી માખણ ઝાઝું રે, બોલો મીઠી વાણીએ રે.
કાજુ તારે રેશમ કેરી રે, શીવાડું ચોરણી રે;
અંગરખા અજબ બનાવું રે, કાશીદાની કોરણી રે.
દડુલો ગુંથીને આપીશ રે, ખાસો તારે ખેલવા રે ;
જમાડીને આવીશ જીવન રે, અહીંયાં તુને મેલવા રે.
રૂડી તારે રમવા સારૂ રે, ઘડાવીશ ગાડલી રે ;
પરણાવીશ પ્રાણજીવનને રે, રૂપાળી લાડલી રે.
પરણ્યાને નામે પ્રીતમ રે, રાજી થયા ચિત્તમાં રે ;
વહાલો બ્રહ્માનંદનો રે, જમવા પધાર્યા પ્રીતમાં રે.

મૂળ પદ

ગઇ’તી હું પાણીડું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી