ધોળા દૂધ જેવા, પેર્યા વાઘા વાલા એવા ૧/૧

ધોળા દૂધ જેવા, પેર્યા વાઘા વાલા એવા,
આવી મૂર્તિ રહોને મારા જીવમાં...ટેક
પાઘે પીંછી લીલી, મેં તો હૈયે લીધી જીલી...આવી૦
છોગલીયે સતારા, મારા હૈયાના ઉતારા...આવી૦ ૧
કંઠે કંઠો કેવો, મારા હૈયે રાખ્યા જેવો...આવી૦
બોરમાળા ને હાર, સંભારૂ એકતાર...આવી૦ ૨
બેઠા કાને મોર, એ તો ચિત્તડાના ચોર...આવી૦
હાથે ગજરો ધારી, કર્યા નિર્ભય નરનારી...આવી૦ ૩
કેડ્યે કનક કંદોરો, માથે મોતીડાનો તોરો...આવી૦
જામે લાલ ચાળ, ભારે શોભો છો દયાળ...આવી૦ ૪
ખેસ છે ગુલાબી, આવો ભેટો હૈયું દાબી...આવી૦
શોભે રૂડા તોડા, કરે કમનીય કડા...આવી૦ ૫
ચરણ છે જો એવા, છાતીએ રાખ્યા જેવા...આવી૦
પોઢ્યા ફૂલ પથારી, મેં તો હૈયે લીધા ધારી...આવી૦ ૬
સંતમંડળ સાથ, જો કેવો શોભે નાથ...આવી૦
બેઠા ફૂલબાગે, આ જ્ઞાનજીવન આગે...આવી૦ ૭

મૂળ પદ

ધોળા દૂધ જેવા, પેર્યા વાઘા વાલા એવા

મળતા રાગ

આવ્યા સંતો આવ્યા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી