કોડીલા નંદકુમાર, વહાલા મનમાં વસી તારી મૂરતિ ૧/૪

૯૦૧   પદ  :  ૧ (રાગ ગરબી)       
 
કોડીલા નંદકુમાર, વહાલા મનમાં વસી તારી મૂરતિ ;        
 મારા હૈડાના નૌતમ હાર, વહાલા ક્ષણું ન મેલું ઉરથી.      ટેક.
 ફેંટો અજબ રંગીલો ફુટરો, કાજુ નવલ સોનેરી કોર.        વ૦ ૧
 કોઈક પ્રેમી તે જનની કીધલી, રૂડે શોભે છે ચંદન ખોર.     વ૦ ર
 છોગાવાળા છેલા તારું છોગલું, આવી ખુતું  અંતરમાં ખૂબ.   વ૦ ૩
 જોઈ ગરક થઈ હું તો જાદવા, મારા મનમાન્યા મેહેબૂબ.   વ૦ ૪
 કામણગારી પ્યારા તારી આંખડી, ઘેલું કીધું છે ગોકુળ ધામ.        વ૦ પ
 બ્રહ્માનંદના પ્યારા તારે ઉપરે, વારી હું કોટીક કામ.        વ૦ ૬ 

મૂળ પદ

કોડીલા નંદકુમાર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી