તમે નહીં કહો પણ હું જાણું રે, તમારું મન ત્યાં લોભાણું રે ૪/૮

તમે નહીં કહો પણ હું જાણું રે, તમારું મન ત્યાં લોભાણું રે.
પડ્યું આવી તે સાથે પાનું રે, છપાડ્યું કેમ કરી રહે છાનું રે.
તમારે તે સાથે સાજું રે, જણાય છે નયનોમાં ઝાઝું રે.
તે સારુ વેણી વનફલ લેઇ આવો રે, ગુંથીગુંથી ગજરા પેહેરાવો રે.
કુડું કુડું અમ આગે કહો છો રે, રાતલડી તે પાસે રહો છો રે.
બ્રહ્માનંદ કહે સાચું વહાલા રે, ચતુરાઇ મા કરો નંદલાલા રે.

મૂળ પદ

રંગીલા રંગડાને ચટકે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી