રાજી કરવા છે મારે તમને ઘનશ્યામ, ૨/૨

રાજી કરવા છે મારે તમને ઘનશ્યામ,
અહં મેલીને કરવો પ્રગટમાં વિરામ... ટેક.
હાજરાહજુર જાણું પ્રગટ અંતર્યામી,
કાળથી કે દેશથી ના દુર જાણું સ્વામી,
પામી તમોને માણું સુખ આઠો જામ... અહં...૧
અહં મારૂ નાશ થાય તોજ વાત બને,
પછી જ સ્વીકારી શકું પ્રગટ હું તમને,
માટે મેલાવો મારૂ અહં ઘનશ્યામ... અહં...૨
નડતું ભાળું છું વ્હાલા અખંડ મારા અહંને,
તેનાથી બચાવો પ્રભુ કરગરુ હું તમને,
તમારા વિના નહિ થાય રે આ કામ... અહં...૩
જ્ઞાનજીવન કહે વ્હાલા રડી રડી તમને,
ભીક્ષામાં આપો હરિ પ્રગટ નિષ્ઠા અમને,
નિષ્ઠા વિના તો કદિ થાય ના વિરામ... અહં...૪

મૂળ પદ

નિષ્ઠાની ખામી મારી ટાળો ઘનશ્યામ,

મળતા રાગ

મનનો મોરલીયો રટે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી