મોરલીમાં મોહીને રહી..૧/૪

મોરલીમાં મોહીને રહી, વિસામા તારી મોરલીમાં મોહીને રહી. ટેક.
મનમોહન તારી મોરલીને નાદે, ધરણીયે પડી ગઇ રે. વિ૦૧
વંશી સુણીને હું તો વ્યાકુલ ડોલું, સુધ-બુધ વીસરી ગઇ. વિ૦ર
દોહતાં ભૂલી રે બેની દૂધ કેરી દૂણી, ભૂલી હું તો મથવું મહી. વિ૦૩
બ્રહ્માનંદના વાલમ તારો, ચડ્યો રંગ ઉતરે નહીં. વિ૦૪

મૂળ પદ

મોરલીમાં મોહીને રહી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ



રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
0
0