જોઇ રસિયો રુપાળો રંગરેલ રે..૨/૪

જોઇ રસિયો રુપાળો રંગરેલ રે, ઘરે જાતાં ગમતું નથી.
મારે માથે છે જલડાની હેલ રે, ઘરે જાતાં ગમતું નથી.ટેક.
દો'યા વિના રે ઘેરે ઉભી મારે ગાવડી ;
હાંરે મારે વીચમાં પડ્યાં છે મહીનાં ઠામરે. ઘ0 ૧
આંધણ મેલીને આવી તરત ચૂલા ઉપરે ;
હાંરે એવાં બગડે છે ઘરડાનાં કામ રે.         ઘ0 ર
મનડું મોહ્યું રે મારા પગ નવ ઉપડે ;
હાંરે કાંઇ માથે લાગે છે બહુ ભાર રે.          ઘ0 ૩
સાસુ ને નણદી મુને મેણલાં રે મારશે ;
હાંરે કહેશે એવડી લગાડી ક્યાં તે વાર રે.    ઘ0 ૪
અજબ રંગીલી અલવીલાની આંખડી ;
હાંરે કાંઇ ભ્રકુટીનો ખુબ બણાવ રે.           ઘ0 ૫
બ્રહ્માનંદના વહાલા છેલાની મૂર્તિ ;
હાંરે જોઇ મનડામાં લાગેલ ઘાવ રે.            ઘ0 ૬ 

મૂળ પદ

સખી ! વાગે છે મહા વન માંહ્ય રે

મળતા રાગ

હું તો કાગળિયા લખી લખી થાકી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
5
1