જાબુ કેરુ ધ્યાન કરે જે સદાય રે૪/૧૬

જાંબુ કેરુ ધ્યાન કરે જે સદાય રે, 
તેનું મન વિષય રસે ન બંધાય રે...
મારી મૂર્તિરૂપી રસ સદા માણે રે, 
જેવું મારું સુખ છે તેવું તે માણે રે...
પછી તે તો વિષયરૂપી ખાટી છાશ રે, 
દેખી તેને સદા રહે છે ઉદાસ રે...
જાંબું ટાળે પથરીનો રોગ જેમ રે, 
ટાળુ મારા દાસના દોષો હું તેમ રે...
જાંબુડાના ચિહ્નનો મહિમા ધારો રે, 
પ્રીતે બોલ્યા જ્ઞાનજીવનનો પ્યારો રે...  

મૂળ પદ

બોલ્યા પ્રભુ સહજાનંદ સાક્ષાત રે

મળતા રાગ

સર્વે સખી જીવન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી