અલ્યા કહું છું જે પાધરો રેહેજે રે..૫/૮

 અલ્યા કહું છું જે પાધરો રેહેજે રે, તું જેવી હોય તેને એમ કહેજે રે.        1

હું છું પતિવ્રતા નારી રે, મુખ બોલજે વેણ વિચારી રે.                          ર
કરજોડીને કહું છું મેલ કેડો રે, શાને ઝાલીને રહ્યો છે મારો છેડો રે.       3
કોક દેખી ભરમ મન ધરશે રે, વળી ગામમાં જાઇને વાત કરશે રે.       4
બ્રહ્માનંદ કહે માન કહ્યું મારું રે, તું જેવીમાંથી સરસે કામ તારૂં રે.          5
 

મૂળ પદ

મઘ્‍ય રાતે વહાલાની વેણ વાગી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી