વ્હાલો સ્નાન કરે રે, મારું હૈયુ ઠરે રે ૧/૧

વ્હાલો સ્નાન કરે રે, મારું હૈયુું ઠરે રે,

જુઓ જુઓ શ્રીજીને સંતો સ્નાન કરાવે,

જળ દૂધથી વ્હાલાને અભિષેક કરાવે,

જુઓ અંગો ચોળે રે, હેતે જળ ઢોળે રે,

મારો વ્હાલોજી હસતા હસતા સ્નાન કરે છે,

લાખો ભકતો નિરખીને હૈયે અતિ ઠરે છે...                      ટેક.

દૂધથી નાય છે મારો વ્હાલો, કેવો લાગે લાડીલો લાલો;

નિરખી નિરખી લઇ લો લ્હાવો, અવસર મળે ન આવો આવો,

ધોળો ધોળો લાગે રે, કેવો વ્હાલો લાગે રે;

ભેટી ચુંબન લેવાનું મન થાય છે રે,

મારૂ હૈયું દોડીને ત્યાં જાય છે રે...                                 વ્હાલો૦ ૧

દહીંથી નાય છે મારો હરિ, માવો હૈયે ગયો ગરી,

એવો જોઇને લક્ષ્મી વરિ, હું તો મનમાં ભેટી ઠરી,

પહેરી રૂડી ધોતિ રે, હું તો રહિ છું જોતી રે,

સર્વે અંગોનું રૂડું દર્શન થાય છે રે,

નિરખી લાખોના હૈયા હરખાય છે રે.. .                          વ્હાલો૦ ૨

દેખો સાકર કેરું સ્નાન, કેવા શોભે ભગવાન,

માથે ટોપી રૂડી લાગે, જાણે હસતા ઉભા આગે,

આવો ચુમી લઉ રે, મારે હૈયે લઉ રે,

જ્ઞાનસખીને સુખ દેજયો શામળા રે,

દોડી હૈયામાં લઉ તને પાતળા રે......                            વ્હાલો૦ ૩ 

 

મૂળ પદ

વ્હાલો સ્નાન કરે રે, મારું હૈયુ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0