મારા હૈયાનુ તાન મારે કહેવુ હરિ તારી મરજીમાં નાથ મારે મટવું મરી ૨/૪

મારા હૈયાનું તાન મારે કહેવું હરિ,
તારી મરજીમાં નાથ મારે મટવું મરી...ટેક.
તારી મૂર્તિ વિના બીજુ જાણું નહિ,
રાખું તમને હું મૂર્તિમાં સદા રહી,
હું છું તારા માટે એ છે વાત ખરી...તારી૦ ૧
મારો યુજ કરો તમે સ્નેહે શ્રીજી,
મારું અસ્તિત્વ પણ તમે લેજો રીજી,
તારે માટે મારે ખપી જાઉ હરિ...તારી૦ ૨
મને એવી રીતે રાખો સર્વે પળે,
મારું સર્વસ્વ હે હરિ તમને મળે,
થાઓ સુખી તમે જ્ઞાનજીવન હરિ...તારી૦ ૩

મૂળ પદ

વ્હાલા કરૂં વિનંતિ હું ફરી ફરી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી