સુખ સુખના સાગર સ્વામી હરિ તારી મૂરતિમાં સદાયે જાઉ ઠરી ૪/૪

સુખ સુખના સાગર સ્વામી હરિ,
તારી મૂરતિમાં સદાયે જાઉ ઠરી...ટેક.
મારું સર્વસ્વ શ્રી હરિ ભલે ટળો,
મારા પ્રીતમ તમે એક પ્રેમે મળો,
એક જાણું માણું મારા વ્હાલા હરિ...તારી મૂર્તિ૦ ૧
સર્વસ્થળે વ્હાલા એક ભાળું તને,
એવો ખોવાઉ કે હું ના જાણું મને,
તારે માટે જ છે મારૂં હોવું હરિ..તારી મૂર્તિ૦ ૨
પ્યારા જે છે તે સર્વ છે સદા તારુ,
કુટે અજ્ઞાની જન કહી મારૂં તારુ,
જ્ઞાનીને એક જ્ઞાન છે તારું હરિ...તારી મૂતિ૦ ૩

મૂળ પદ

વ્હાલા કરૂં વિનંતિ હું ફરી ફરી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી