સખી સર્વે સખાના સંગમાં રે આજ જોયા સુંદર ઘનશ્યામ,..૨/૪

સખી સર્વે સખાના સંગમાં રે, આજ જોયા સુંદર ઘનશ્યામ,
હું તો હરખી મોહી એના રંગમાં રે. ટેક.
હરિ ચાલ્યા નાવા ગૌઘાટમાં રે, સંગે સખા લઇ બલરામ. હું૦ ૧
હરિએ બાંધી છે જરકસી પાઘડી રે, ઓઢી ઉપરણી ઘનશ્યામ, હું૦
હરિ વિશ્વામિત્રીમાં નાહીને રે, ગૌદાન આપ્યાં અભિરામ. હું૦ ૨
સખી વિપ્રને ત્યાં બોેલાવિયા રે, કરવા ભોજન બહુ સુખધામ, હું૦
પાછા સંગે સખા લઇ આવિયા રે, તેમાં કનૈ ને મંછારામ, હું૦ ૩
પહલવાન સખા સંગ શોભતા રે, વળી નિશ્ચલ વિરજ્યા રામ, હું૦
અવધપ્રસાદનો વાલમો રે, કરે સખા સંગે વિશ્રામ. હું૦ ૪

મૂળ પદ

સખી ભક્તિ ધરમના પુરમાં રે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી