અમારા આગણા શોભાવો મારા નાથજી૩/૪

 અમારા આંગણા શોભાવો મારા નાથજી, 

હવે ના ઝાઝુ તરસાવો મારા નાથજી...                  ટેક
હું તો આવી વડતાલ તને મળી હતી, 
તારા પ્રેમમાં લાલ હું તો ગળી હતી, 
તે દિ'નો, ભાળ્યો તારો ભાવ મારા નાથજી, 
મોજીલા મનમાન્યા હે માવ મારા નાથજી...            અમારા-૧
હંુ તો ગઇતી ગઢપૂર તને ગોત્યો હતો, 
હું તો ઉભીતી દૂર તને જોયો હતો, 
જોઇને, જીવમાં જાલ્યા છો મારા નાથજી, 
તે દિ'ના મનડામાં મહાલ્યા છો મારા નાથજી...        અમારા-૨
જ્ઞાનજીવન કે' હાય તું તો રહ્યો છેટો, 
રડી રડીને પાય કહું મને ભેટો, 
તમારી, છાતીએ લગાઓ મારા નાથજી, 
હૈયાને હૈયાથી દબાઓ મારા નાથજી...                  અમારા-૩ 

મૂળ પદ

નાવલિયા નાથજી વાલીડા, મારા વાલમાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી