જાગોને સહજાનંદ સ્વામી પ્રાતઃ; થયું વાલા હરિ હરિકૃષ્ણ મારા મોહનજી મતવાલા ૨/૪

જાગોને સહજાનંદ સ્વામી પ્રાત; થયું વાલા, 
હરિ હરિકૃષ્ણ મારા મોહનજી મતવાલા...
પ્રાતઃ થયું પંખી બોલ્યા ઘણી થઇ વાર, 
કોટિ જીવના કલ્યાણ કાજે થાઓને તૈયાર..
લાડુબા ને મોટીબા દર્શન વિના દુઃખી, 
મુખ દેખાડીને મોહન કરો એને સુખી...
સંતો વેલા ઉઠી વાલા આવ્યા દર્શન કરવા, 
નાથજીને નેણે નિરખી અંતરમાં ઠરવા...
દાદાખાચર મુખ જોવા, આવી ઉભા દ્વાર, 
જ્ઞાનજીવન કહે જાગો પ્રાણના આધાર...  

મૂળ પદ

જાગોને દયાળુ મારા સહજાનંદ સ્વામી

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી