સહજાનંદજી સુખની મૂર્તિ, ઉરથી નહિ વિસારું રે દર્શન કરી દિલમાં ધારી ૨/૨

સહજાનંદજી સુખની મૂર્તિ, ઉરથી નહિ વિસારું રે;
દર્શન કરી દિલમાં ધારી, અખંડ નાથ સંભારું રે...સહજા૦ ૧
ઉઠો વ્હાલા દર્શન આપો, કરો સંતોને સુખી રે;
જોયા વિના જીવન તમને, લાગે છે સવાર લુખી રે...સહજા૦ ૨
રાત બધી વિયોગમાં તપ્યા, જપ્યા તમારા જાપ રે;
આપીને દર્શન વિયોગ ટાળો, ઉઠો હરિ હવે આપ રે...સહજા૦ ૩
જ્ઞાનજીવન કહે ઉઠો કૃપાળું, હરિ હૈયાના હેતાળું રે;
દર્શન પ્યારા દાસને દેવા, દિલમાં અતિ દયાળું રે...સહજા૦ ૪

મૂળ પદ

જાગો જાગો ઘનશ્યામ મારા, જાગોને ભકિત દુલારા રે;

મળતા રાગ

અધમ ઉદ્ધારણ અવિનાશી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી