આવો આવો જરા, થાઓ થાઓ ખરા હરિ મળવાને કાજ થાઓ શૂરા શૂરા ૪/૪

 

આવો આવો જરા, થાઓ થાઓ ખરા, 
હરિ મળવાને કાજ થાઓ શૂરા શૂરા... આવો૦ ટેક.
વાસનાને ટાળો, મન પાછું વાળો, 
કરી નાખો દેહ કારણના ચૂરે ચૂરા... આવો૦ ૧
સોંપો ગુરુને મન, આજ્ઞા પાળોને તન, 
વહો શિર પર ધરમની ધૂરા ધૂરા... આવો૦ ૨
જ્ઞાનજીવન કહે, ખામી નહિ રહે, 
થાઓ સત્સંગી તન મન પુરા પુરા... આવો૦ ૩

મૂળ પદ

કરો ભાવે ભજન, જોડી મૂર્તિમાં મન

મળતા રાગ

ઐસી લાગી લગન મીરા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી