સતને દેખી દુઃખીયા, આવો દર્શન દેવા કાજ ૧/૧

સંતને દેખી દુઃખીયા, આવો દર્શન દેવા કાજ,
સહજાનંદજી પ્રાણ પ્યારા, મારા શ્રીજીમહારાજ...૧
તમારા વિયોગે નાથજી, સંતમંડળ છે ઉદાસ,
હવે વેળ ન કરશો, આવો આવો હરિ અમ પાસ...૨
દાસ તમારા જાણીને વાલા, દોષો અમારા વિસારજો,
મહા સમરથ સહજાનંદ, તવ બિરૂદ સંભાળજો...૩
કહ્યું છે તમે અમને, અમે જરૂર તમને મળશું,
આનંદ અપાર આપશું તમને ને, દુઃખ તમારા દળશું...૪
વેળા અહો તેને બહુ ગઇ, હવે મોડું શું કરો નાથ,
આવોને જીવન જ્ઞાનના, ભેટી કરો અમને સનાથ...૫

મૂળ પદ

સંતને દેખી દુઃખીયા, આવો દર્શન દેવા કાજ

મળતા રાગ

પુર્વછાયો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી