એમ તે અમદાવાદમાં, સુખ આપે છે સ્વામી;
વાતું કરી નરનારને, ધામ સર્વના ધામી. ૧
સમૈયા બહુ શહેરમાં, કરે આનંદકારી;
રામનૌમી એકાદશી, પરબોધની પ્યારી. ૨
જીરણગઢ ગઢપુરમાં, વરતાલ વિલોકી;
જેતલપુર ભુજનગરમાં, ધામ મુલી અલોકી. ૩
ધોલેરા બંદર ધોળકા, વટપત્તન માંઇ;
ગુંડલ સુરત શહેરમાં, ગઢ ઇડર જાઇ. ૪
ધામ છપૈયા શિરોમણી, ધામ સર્વેનું મૂળ;
વાસ કરી વાલો વસ્યા, કાપવા ક્લીકુલ. ૫
પોતાનું કુલ તેડાવિયું, પ્રભુ પૂરણકામ;
જ્યેષ્ટ છોટા બેઉ ભાઇને, કરવા જનકામ. ૬
દત્ત કીધા બેઉ ભાઇના, પુત્રને કરી પ્રીત;
નિજ ગાદીપર નાથજી, પધરાવ્યા પુનીત. ૭
નામ અવધપ્રસાદજી, બીજા શ્રી રધુવીર;
ઇશ્વર સરખા ઓપતા, મહાગુણ ગંભીર ૮
સતસંગ સરવે સોપીયો, સંત શાસ્ત્ર સહીત;
અગણિત જીવને તારવા, પુરુષોત્તમ પ્રીત. ૯
જયજયકાર થયો ભુવી, સુખ પામ્યા અપાર;
અવિનાશાનંદ અલબેલની, છબીપર બલહાર. ૧૦