તવ કૃપાથી સુખજ થાય, તવ કૃપાથી દુઃખજ જાય;૧/૧

રાગ : ચોપાઇ
તવ કૃપાથી સુખજ થાય, તવ કૃપાથી દુઃખજ જાય;
તવ કૃપાથી મોટપ મળે, તવ કૃપાથી ખોટપ ટળે. ૧
તવ કૃપાથી માન મળે છે, તવ કૃપાથી વાન વળે છે;
તવ કૃપાથી પાપ બળે છે, તવ કૃપાથી તાપ ટળે છે. ૨
તવ કૃપાથી રાજ કરે છે, તવ કૃપાથી કાજ સરે છે;
તવ કૃપાથી કામ જિતાય, તવ કૃપાથી ધામ પમાય. ૩
તવ કૃપાથી બ્રહ્મ થવાય, તવ કૃપાથી કર્મ કપાય;
તવ કૃપાથી જગત જિતાય, એમ દાસ નારાયણ ગાય. ૪

મૂળ પદ

તવ કૃપાથી સુખજ થાય, તવ કૃપાથી દુઃખજ જાય

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી