માત પિતા મન હરખ ઘણેરો, આનંદ ઉર ન સમાય રે; ૧/૧

પદ ૧/૧ (રાગ : ચાલ સખી જોવાને જઇએ)
પદ ૧૦
માત પિતા મન હરખ ઘણેરો, આનંદ ઉર ન સમાય રે;
પુરુષોત્તમ હરિ પ્રગટ્યા પોતે, અખિલ ભુવનના રાય રે......૧
અબિલ ગુલાલ ઉડે આંગણિયે, માનુની મંગળ ગાય રે;
ઘેર ઘેર રંગ રમે નરનારી, ઘેર ઘેર ઓછવ થાય રે...........૨
નટવર નીર્ખે ને હૈડામાં હરખે, ભૂધર મનડે ભાવે રે;
સોનાનો થાળ ભરી સગમોતી, નરનારી હરિને વધાવે રે......૩
નારાયણદાસના સ્વામીને સખી આશિષ દે છે અપાર રે;
ઘણું જીવો ને ઘણું સુખ માણો, ભક્તિ ધર્મના કુમાર રે;..........૪

મૂળ પદ

માત પિતા મન હરખ ઘણેરો, આનંદ ઉર ન સમાય રે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી