ભવસાગર તરવા કાજ નિત્ય હરિને ભજીયે. ૧/૧

પદ-૧ (રાગ :પંચાળામાં શ્રી ભગવાન રસિયો રાસ રમે)

પદ-૯૦

ભવસાગર તરવા કાજ નિત્ય હરિને ભજીયે. હાં હાં રે ખરો.ભવ

ખરો અવસર આવ્યો આજ,

નિત્ય હરિને ભજીયે.હાં હાંરે ખરો ટેક.

દુર્લભ દેહ આ મોંઘો મનુષ્યનો, નાવે બીજી વાર રે;

હેત સહીત હરિ ભજન કરતાં થાય સફળ અવતાર.નિત્ય હરિને.

અનેક ભવનાં પાપ કરેલાં, પલમાં પ્રલ્લે થાય રે;

ચોરાશીની ફાંસી છુટે, જન્મ મરણ દુઃખ જાય.નિત્ય હરિને.૨

ત્રિવિધ તાપ અમાપ છે તનના, આધી ને વ્યાધિ અપાર રે;

કલેશ મટાડે કોટીક ભવના, ભક્તિ ધર્મકુમાર.નિત્ય હરિને.૩

શ્રી હરિ મળશે ને સંકટ ટળશે, વળશે જમનું વેર રે;

પરમ પદ પુરુષોત્તમ આપે, મનમોહન કરી મહેર.નિત્ય હરિને.૪

આ લોકમાં અતિ આનંદ પુજે ને, પરલોક શાંતી થાયરે;

નારણદાસના નાથને ભજતાં, સુખડા થાય સદાય.નિત્ય હરિને.૫

મૂળ પદ

ભવસાગર તરવા કાજ નિત્ય હરિને ભજીયે.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી