જેવો સંગ તેવો રંગ ચઢે ભાઇ, બુરા સંગ થકી આવશે બુરાઇ; ૧/૧

        પદ-૧ (રાગ :દિંડી)
પદ-૧૦૦
 
જેવો સંગ તેવો રંગ ચઢે ભાઇ, બુરા સંગ થકી આવશે બુરાઇ;
ભલા સંગ થકી પામીયે ભલાઇ. જેવો સંગ.૧
ચોર સંગ થકી ચોર તે ગણાયે, દુષ્ટ સંગ થકી દુષ્ટ મતિ થાયે;
ઘટે આબરૂ ને લાજ બધે જાયે. જેવો સંગ.૨
સતસંગથી સદાય સુખ આવે, ભજનભાવથી ભવાબ્ધિ દુઃખ જાવે;
ભક્ત નારાયણદાસ સંત ગાવે. જેવો સંગ.૨ 

મૂળ પદ

જેવો સંગ તેવો રંગ ચઢે ભાઇ, બુરા સંગ થકી આવશે બુરાઇ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી