પ્રગટ વિના ભવનો પાર ન આવે;વેદ ગીતા એમ ગાવે.પ્રગટ.૧/૪

પદ-૧/૪(રાગ :નાથ કેસે ગજકો બંધ છોડાવ્યો)

પદ-૧૨૧

પ્રગટ વિના ભવનો પાર ન આવે;વેદ ગીતા એમ ગાવે.પ્રગટ.ટેક

પ્રગટ પ્રભુ કે સંત મળે તો ત્રિવિધ તાપ બુઝાવે;

પરોક્ષપણે અનુમાન કર્યાથી મોક્ષ નહિ દરશાવે.પ્રગટ.૧

ખાધું ખાધું કોટિવાર કહો પણ ભૂખનું દુઃખ ન જાવે;

જળપાન કીધું કહો શત ફેરા તો પણ તૃષા રહાવે.પ્રગટ.૨

કાગળમાં લખો સો મણ અગ્નિ તો પણ તે ન જલાવે;

સહસ્ત્ર ફેરા લગી સાકર ભણતાં મુખ મીઠું નહિ થાવે.પ્રગટ.૩

કોટિક ભક્ત પ્રગટને ભજીને મોક્ષ પદારથ પાવે;

નારણદાસ પ્રગટને પ્રતાપે, અક્ષરધામ સિધાવે.પ્રગટ.૪

મૂળ પદ

પ્રગટ વિના ભવનો પાર ન આવે;વેદ ગીતા એમ ગાવે.પ્રગટ.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી