જમડા જરૂર લેવા આવશે, લેશે સાંજ સવારજી;૧/૬

પદ-૧/૬ (રાગ :જનુની જીવોરે ગોપીચંદની)
પદ-૧૫૩
 
જમડા જરૂર લેવા આવશે, લેશે સાંજ સવારજી;દયા રે નથી જેનાં દિલમાં.મારે માર અપારજી.    જમડા.૧
કાળ અચાનક આવશે, લેશે જીવ જરૂરજી;કાયા રે કરમાશે તારી કારમી, થશે ધૂળ ભેગી ધુળજી.     જમડા.૨
માથે નગારાં વાગે મોતનાં, કોપ કરી રહ્યો કાળજી;ચેતો રે ચેતો ચતુર ચિત્તમાં, કોણ વૃદ્ધ કોણ બાળજી.      જમડા.૩
આવરદાનું અપ્રમાણ છે, નથી પલનો નીરધારજી;મરણ ભમે માથે માનવીને, કાળ વશ નરનાર.            જમડા.૪
માત પિતા ભાઇ દીકરા, મહા સ્નેહવંતી નારજી;અંતે રહેશે સહુ અળગાં, જુઠાં કરશે પોકારજી.             જમડા.૫
ધન દોલત મેડી માળીયાં, બહુ બંગલાને બાગજી;તેને રે તજી જાવું એકલું, કાળા ઉડશે ત્યાં કાગજી.        જમડા.૬
કોના બંધવ કોના બેટડા, કેનાં માય ને બાપજી;અંતે જાવું પ્રાણી એકલું, સાથે પુન્ય ને પાપજી.            જમડા.૭
એટલા સારુ તે આળસ તજી, ભજો શ્રી અવિનાશજી;ત્યારે ઉગરશો કાળથી, કહે નારાયણદાસજી.            જમડા.૮ 

મૂળ પદ

જમડા જરૂર લેવા આવશે, લેશે સાંજ સવારજી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી