મનવા માન કહ્યું મારું રે, ભવમાં ભલું થશે તહારુ. ૪/૮

પદ ૪/૮
પદ-૧૭૯
મનવા માન કહ્યું મારું રે, ભવમાં ભલું થશે તહારુ. ટેક.
માંસ મદિરા ને ચોરી અવેરી, દિલમાં ન ઘાલવો દારુ;
કુડ કપટ ને કહાડી જ નાખવાં, વ્યસનથી તુજને વારુ.મનવા.
કુસંગ સંગ રંગ લાગવા ન દેવો, જો ઇચ્છે તું સારું;
હરિજન થઇને હરિગુણ ગાવા, ઉપાય મુકી હજારું.મનવા.
રામનું નામ એક રૂદિયામાં રાખો, બીજું કહાડો સૌ બારું;
સાચા સંતને શરણે જઇને, અજ્ઞાન ટાળો અંધારું.મનવા.
પ્રગટ પ્રભુને તમે પ્રેમ કરી પુજો, મન કરી વિષયથી ન્યારું;
નારણદાસના નાથને ભજીલ્યો, કલ્યાણ થાશે તમારું.મનવા.

મૂળ પદ

લઇ લ્યો હરિ સંગે લા’વો રે, ફરી નહિ મળે વખત આવો.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી