ધર્મ રાખતાં જો જાય ધન.તો તે જાતું કરે હરિજન; ૧/૧

પદ-૧(રાગ:ચોપાઇ)
પદ ૫૨
ધર્મ રાખતાં જો જાય ધન.તો તે જાતું કરે હરિજન;
ધર્મ રાખતાં જો જાય તન, તેને જાવા દે થઇ મગન.૧
ધર્મ રાખતાં જો જાય શિશ, તેને જાવા દે ન કરે રિસ;
ધર્મ રાખે અતિ શિર સાટે, ચાલે સત્ય ને ધર્મની વાટે.૨
એવા ધર્મવાળા જન છે જેહ ધર્મ સુતને પ્રિય છે તેહ;
તેની કીર્તિ તે વાધે અપાર, વળી પામે પદારથ ચાર.૩
થાય તે પર પ્રસન્ન દયાળ, કરે નિર્ભય કૃષ્ણ કૃપાળ;
માટે ધર્મ રાખો રૂડી રીત, કરો ભક્તિ પ્રભુની પુનિત.૪
ધર્મ ધર્મસુતનાં વચન, તેને પાળવાં કરી જતન;
થાય જેટલો વચન લોપ, થાય તેટલો પ્રભુનો કોપ.૫
ધર્મ રહિત જે નરનારી, તે તો નર્ક તણાં અધિકારી;
ધર્મવાળાનો જશ ગવાય, ધર્મ ખુએ તેનો ક્ષય થાય.૬
ધર્મ અર્થે જો લજ્જા જાય, હરિજન તેને નવ ધાય;
ધર્મ ચુક્યો રાવણ અભિમાની, તેની ના રહી નામ નિશાની.૭
ધર્મ ચુક્યો જ્યારે દુર્યોધન, ખોઇ લાજને પામ્યો પતન;
ધર્મ વાળાનું કલ્યાણ થાશે, સત્ય કહ્યું નારાયણદાસે.૮

મૂળ પદ

ધર્મ રાખતાં જો જાય ધન.તો તે જાતું કરે હરિજન;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી