અરરર અંધ અભાગિયા, ખોયો એળે અવતાર;૨/૪

 પદ-૨/૪(રાગ:સદર)    પદ-૬૬

અરરર અંધ અભાગિયા, ખોયો એળે અવતાર;
જપ્યા નહિ જગદિશને, તને ધિક છે ધિકાર.                  અરરર.૧
ફટ ફટ ફટ હૈયા ફૂટનેરે, તે વિસાર્યા વ્રજરાજ;
નાક કપાણું નવખંડમાં, ખોઇ લાખેણી લાજ,                 અરરર.૨
વિષય પત્થર ગળ્યા પેટમાંરે, તેનાં આવે છે શૂળ;
દિર્ધ રોગ થયો અતિ અંગમાં, ખાંતે ખાધી તે ધૂળ.        અરરર.૩
દેવ ઇચ્છે જે દેહને રે, તેને પામ્યો તું આજ;
બુદ્ધિ વિના ભવ બુડીયો, તજ્યું તરવાનું ઝાઝ.              અરરર.૪
સુખકારી સદા શામળો રે, બહુનામી બળવીર;
ભજ્યા વિના ભવ હારિયો, તરસ્યો રહ્યો ગંગ તીર.       અરરર.૫
હીરો હરિ તે વિસારીયોરે, લીધો પત્થરને હાથ;
નારણદાસ કહે કેટલું, ચાલ્યો શત્રુની સાથ.                  અરરર.૬
 

મૂળ પદ

જગમાં તે જન્મીને શું કર્યું રે, ઘડી ગાયા નહીં રામ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી