ગયા દીન દુઃખના મારા શ્રીજીને સમરતાં;૨/૨

પદ-૨/૨
પદ-૨૬૪
 
ગયા દીન દુઃખના મારા શ્રીજીને સમરતાં;બળતાં બચાવ્યાં બહુનામી રે... વારી ગયા.ટેક.
નિશદિન નામ જપું નાથ તમારૂ રે;અન્ય ઉપાધી સહુ વામી રે.... વારી ગયા.૧
પ્રૌઢ પ્રતાપ મારા પ્રભુજીનો પેખી રે;ભક્તિ અંતરમાં દ્રઢ જામી રે... વારી..ગયા.૨
નથી હવે પરવા મારે વિમુખ જનોની રે;સમર્થ ધર્યા શિર સ્વામી રે.. વારી ગયા.૩
નારાયણદાસ કહે હવે નથી બાકી રે;પ્રગટ પુરુષોત્તમ વર પામી રે... વારી ગયા.૪

મૂળ પદ

આ મારા હરિનો મહિમા સ્નેહે સાંભળતાં;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી